uDya karun - Children Poem | RekhtaGujarati

પેલા પંખીને જોઈ મને થાય

એના જેવી જો પાંખ મળી જાય

તો આભલે ઊડ્યા કરું,

બસ ઊડ્યા કરું.

ઘડિયાળમાં દસ વાગે

ટન........ટન........ટન........ટન

બા મને ખોળવા લાગે

બચુ ક્યાં? બચુ ક્યાં? બચુ ક્યાં?

હું તો આભલે ઊડ્યા કરું

ઊંચે ઊંચે ઊડ્યા કરું.

પેલા ડુંગરાની ટોચે

મારી પાંખ જઈને પહોંચે

બા ઢીંગલી જેવા!

બાપુ ઢીંગલા જેવા!

નાનાં, નાનાં, નાનાં, નાનાં

જોઉ હું તો છાનાંમાનાં

આભલે ઊડ્યા કરું.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ