tun mari ben - Children Poem | RekhtaGujarati

તું મારી બેન

tun mari ben

સુન્દરમ્ સુન્દરમ્
તું મારી બેન
સુન્દરમ્

હું રે બનું બેન સૂરજનો ઘોડલો,

ચાંદાની હરણી તું થા રે બેન,

તું મારી બેન ને હું તારો ભાઈ.

હું રે બનું બેન વાડીનો મોરલો,

આંબાની કોયલ તું થા રે બેન,

તું મારી બેન ને હું તારો ભાઈ.

હું રે બનું બેન બાપાનો ડગલો,

બાપાની લાકડી તું થા રે, બેન,

તું મારી બેન ને હું તારો ભાઈ.

હું રે બનું બેન બાનો ઘડૂલો,

બાની ઈંઢોણી તું થા રે બેન,

તું મારી બેન ને હું તારો ભાઈ.

હું રે બનું બેન ગાંધીનો રેંટિયો,

ગાંધીની પિંજણ તું થા રે બેન,

તું મારી બેન ને હું તારો ભાઈ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945