tingatoli - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટિંગાટોળી

tingatoli

સુરેશ દલાલ સુરેશ દલાલ
ટિંગાટોળી
સુરેશ દલાલ

ટિંગાટોળી ટાંગાટોળી ટાબરિયાંની ટિંગાટોળી;

ટાબરિયાંની આંખો ભોળી ટાંગાટોળી ટિંગાટોળી!

હાથ ને પગની ઝૂલતી ઝોળી : ટાંગાટોળી ટિંગાટોળી,

રમવાનું નહીં તોળી તોળી : ટાંગાટોળી ટિંગાટોળી,

કેરી ચૂસવી ઘોળી ધોળી : ટાંગાટોળી ટિંગાટોળી,

જમવા માટે રસ ને પોળી : ટાંગાટોળી ટિંગાટોળી.

બીકણ રહેતાં આંખો ચોળી : ટાંગાટોળી ટિંગાટોળી,

બહાદુરોની બોલકી ટોળી : ટાંગાટોળી ટિંગાટોળી.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982