thammak thaiya - Children Poem | RekhtaGujarati

ઠમ્મક ઠૈયા

thammak thaiya

યૉસેફ મેકવાન યૉસેફ મેકવાન
ઠમ્મક ઠૈયા
યૉસેફ મેકવાન

ઠમ્મક ઠૈયા કાગડો

ઘર આગળ છે આકડો;

આકડા ઉપર ધોળાં ફૂલ

પાસે બોલે છે બુલબુલ.

બુલબુલ લાગે છે વ્હાલું,

પીંકુભાઈ બોલે છે કાલું.

પા....પા....પગલી પાડતા

સૌ છોકરાં સાથ ચાલતા.

છોકરાં એને રમાડતા

મોટેથી બૂમો પાડતા :

માંહોમાંહે ખીજવતા

ખોબે ધૂળ ઉડાવતા.

ફેરફુદરડી ચગાવતાં

ફરતાં પડે ને પાડતાં.

ધૂળ પછી ખંખેરતાં

પપ્પા ઘરે બોલાવતા.

પીંકુભાઈ તો આવતા

મમ્મીને મનાવતા

પછી ભરાતા એને ખોળે

પપ્પા તે શું ત્યારે બોલે?

પપ્પા જોઈ રહેતા ચૂપ

એમનો ગુસ્સો છુક છુક છુક.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982