tara ganay? - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારા ગણાય?

tara ganay?

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી

તારા ગણાય?

આખું આકાશ એમ વાંચી શકાય?

દરિયાનો હેપ્પી બર્થ-ડે ક્યારે આવે ?

માછલીને પાણી સિવાય કેમ ફાવે ?

ઝાડથી મામાને ઘેર ના જવાય?

બોલો, તારા ગણાય?

દાદુની દાઢીમાં ચકલી ઘર બાંધે?

વાદળનું ખિસ્સું ફાટે તો કોણ સાંધે?

કાબરનું વેકેશન પૂરું થાય?

બોલો, તારા ગણાય?

સ્રોત

  • પુસ્તક : એક બિલાડી બાંડી (પૃષ્ઠ ક્રમાંક 27)
  • પ્રકાશક : પ્રણવ પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2018