swrajanun sawar - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્વરાજનું સવાર

swrajanun sawar

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
સ્વરાજનું સવાર
બાલમુકુન્દ દવે

મોહન મુક્તિ લાવ્યો

ને અમને હરખનો હિલોળો આવ્યો રે લોલ,

નેહરુએ ધ્વજ ફરકાવ્યો

ને વાયરો મધુરો મધુરો વાયો રે લોલ.

આકાશે સૂરજ ડોકાયો

ને શોભિતો સોનેરી રંગ છલકાયો રે લોલ,

મહેલાતે ઝૂંપડીએ છાયો

ને ડુંગરની ટોચે ચડીને મલકાયો રે લોલ.

હિમાળે આવતો વધાવ્યો

ને ગંગાના જળની ઝકોરમાં ના’યો રે લોલ,

ગોપ તણી બંસરીએ ગાયો,

કોકિલાને કંઠે મીઠો દુહરાયો રે લોલ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982