paroDhman - Children Poem | RekhtaGujarati

રે કૂકડો બોલ્યો પરોઢમાં

રે ભાઇલો ઊઠ્યો પરોઢમાં

રે ભાઈલાએ દીઠા સૂરજને

એના સોનેરી રંગ

એના રાતુડા રંગ.

રે ભાઈલાએ સૂણ્યાં પંખીડાં

કાગડો, કાબર,

ચકલી, પોપટ.

રે ભાઈલાએ દીઠા ખેડૂતને

ખેતર જોતાં

હળ હંકારતા.

રે ભાઈલાએ દીઠા ગોવાળને

મોરલી વાતા

ધણ લઈ જાતા

રે ભાઈલો ઊઠ્યો પરોઢમાં

રે કૂકડો બોલ્યો પરોઢમાં.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ