daDo - Children Poem | RekhtaGujarati

દડો રૂપાળો કેવો મારો

દડૂક, દડૂક દડે

ઊંચો જો ઉછાળું તો તો

આકાશે જઈ અડે.–દડો.

ચાંદા જેવો સૂરજ જેવો

ગોળ ગોળ ગબડે

વાંકોચૂકો સીધો જાતો

ગડગડ ગબડી પડે–દડો.

ચાંદો સૂરજ આભે દડતા

એને કોણ નડે

જો દડો ગબડાવું તો

કંઈ કંઈ વચમાં અડે–દડો.

ભોંય પછાડું તોયે પાછો

ઉછળી ઊંચો ચડે

જ્યાં નાખું ત્યાં જાય ગબડતો

મઝા મને બહુ પડે–દડો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ