surajmukhi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૂરજમુખી

surajmukhi

હરિલાલ પંડ્યા હરિલાલ પંડ્યા

રે સૂરજમુખી, સૂરજમુખી!

તારું જીવન છે કેવું સુખી?

ઊગી ઉષા તણાં

લે તું ઓવારણું;

વેરે પરાગ તું ઝૂકી ઝૂકી,

તારું જીવન છે કેવું સુખી?

મારે આંગણિયે,

સોના દાંડલિયે;

નાનેરું નાચે લજ્જા મૂકી,

તારું જીવન છે કેવું સુખી?

પાંખડીઓ તાહરી

છોને જતી ખરી;

મારે હૈયે તારી મૂર્તિ લખી,

તારું જીવન છે કેવું સુખી?

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945