suraj! dhima tapo - Children Poem | RekhtaGujarati

સૂરજ! ધીમા તપો

suraj! dhima tapo

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
સૂરજ! ધીમા તપો
ઝવેરચંદ મેઘાણી

મારી મેંદીનો રંગ ઊડી જાય રે,

સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારો કંકુનો ચાંદલો રેલાય રે

સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારી વેણી લાખેણી કરમાય રે

સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારાં કાજળ નેણેથી ઝરી જાય રે

સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારી ચૂડી અણમોલી તરડાય રે

સૂરજ! ધીમા તપો, ધીમા તપો!