sawar - Children Poem | RekhtaGujarati

જાગો, ઊઠો, થઈ સવાર,

પંખીઓ કરતા કિલકાર.

દહીં-વલોણાં ઘર ઘર થાય,

દળણાં દળતી માડી ગાય.

કિચૂડ કિચૂડ કોસ સુણાય,

નીકે પાણી ખળખળ થાય.

ઠંડો મીઠો વાયુ વાય,

વેલે ફૂલો ઝોલાં ખાય.

દિશા બને ઉગમણી લાલ,

ઊડે આભે અબીલ ગુલાલ.

ઊઠો, જાગો, છોડો સેજ,

આંગણે છલકે સૂરજ-તેજ

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982