sangitno jalso - Children Poem | RekhtaGujarati

સંગીતનો જલસો

sangitno jalso

રમણલાલ સોની રમણલાલ સોની
સંગીતનો જલસો
રમણલાલ સોની

(1) વાંદર કહે રીંછભાઈને, ચાલો મોટા ભાઈ

સંગીતનો જલસો આદરીએ, કરીએ ખૂબ કમાઈ!

તમે બજાવો મંજીરા ને હું યે બજાવું થાળી,

નાચી કૂદી રમશું બંને ફરશું લેતા તાળી.

(2) બજી ડુગડુગી, લોક ભરાયા જોઈ જોઈ હરખે મન!

વાનર ઊભો થાળી પીટે વાગે ઠન ઠન ઠન!

રીંછે એમાં તાલ પુરાવ્યો ખૂબ કરી હા–આહ!

પૈસાનો વરસાદ વરસિયો વાહ! ગવૈયા, વાહ!

(3) પાસે ઊભા લંબકરણજી, તરત કર્યો વિચાર :

હું જો આમાં સૂર પૂરું તો, થઈ જાય બેડો પાર!

લંબકરણજી ગાવા લાગ્યા, રસની છૂટી રેલ!

ધોકા માથે પડવા લાગ્યા, થયો પૂરો ખેલ!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982