rimjhim rimjhim - Children Poem | RekhtaGujarati

રિમઝિમ રિમઝિમ

rimjhim rimjhim

યશવંત મહેતા યશવંત મહેતા
રિમઝિમ રિમઝિમ
યશવંત મહેતા

મમ્મી, તારા સ્નેહ સમી આ વર્ષા વરસે રિમઝિમ રિમઝિમ,

તેને નીરખી હૈયે મારે દીપક પ્રગટે ટિમટિમ ટિમટિમ.

મમ્મી.

વાદળ કેરી ગોદ મહીં સંતાઈ બેસતી જેમ વીજળી,

તારે પાલવ એમ જ હું સંતાઉં, ચમકું ઝિમઝિમ ઝિમઝિમ.

મમ્મી.

જેમ આભમાં મેઘ ગરજતા દશે દિશામાં કરે ધમાધમ,

તારા ઘરમાં એમ આપણું વાગે, મમ્મી, ડિમડિમ ડિમડિમ

મમ્મી.

દ્વાર હેત-વર્ષાનાં, મમ્મી, કદી ના બંધ કરતી તારાં,

ખબર તને છે ને હું જાણું મંત્ર : ખૂલ જા સિમસિમ સિમસિમ

મમ્મી.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982