wahalun wahalun - Children Poem | RekhtaGujarati

વહાલું વહાલું

wahalun wahalun

સોમાભાઈ ભાવસાર સોમાભાઈ ભાવસાર
વહાલું વહાલું
સોમાભાઈ ભાવસાર

અમને વહાલું વહાલું લાગે

ગાંધી બાપુ કેરું નામ;

ગાંધી બાપુ કેરું નામ એથી

હૈયે આને હામ !—અમને...

અમને રૂડું રૂડું લાગે

એના રેંટિયાનું નામ;

એમાં દેશનું છે કામ !—અમને...

એને મન તો સર્વે સરખા

રાજા રંક લોક તમામ;

રાજા રંક લોક તમામ સૌમાં

વસિયો એક રામ !—અમને.

એણે ઘર ઘર ભટકી જગવ્યાં

શહેરે શહેર ગામેગામ;

શહેરે શહેર ગામેગામ,

થાણાં નાખ્યા ઠામેઠામ !—અમને...

એનો એક સંદેશો અને

એક છે કામ;

એક છે કામ ખાદી

પહેરો લોક તમામ !—અમને...

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ