lakDano ghoDo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાકડાનો ઘોડો

lakDano ghoDo

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
લાકડાનો ઘોડો
અવિનાશ વ્યાસ

લાકડાનો ઘોડો, નાનો લાકડાનો ઘોડો

તો ચાલે છાનોમાનો, તો ચાલે છાનોમાનો–લાકડાનો

ખાવાનું ના માગે, હે જી તરસ એને લાગે

ના માર એને વાગે, તો યે દિવસરાત જાગે

છે અંગેઅંગ મજાનો, નાનેરો છે મસ્તાનો–લાકડાનો

મધુરા મધુરા તાલે, હે જી તબડક તબડક ચાલે

હું હાથ ફેરવું વહાલે, હે જી લાખોનાં મન મ્હાલે

ખીજાયે નહિ શાણો, બેસી બંધાય રે હો માણો–લાકડાનો

પ્રીતિ તું આવ, મીના તું આવ

સ્મિતા તું આવ, સતીશ તું આવ

રાજુ રમતિયાળ મુખડું મલકાવ

કુકુ તું આવ, ટીકુ તું આવ–લાકડાનો

આવ્યાં રે આવ્યાં, અમે આવ્યાં રે આવ્યાં!

લાકડાના ઘોડે, હે જી લાકડાના ઘોડે

મન ભાવ્યાં રે ભાવ્યાં–આવ્યાં રે.

નાના સૌ યે આવો મોટા સૌ યે આવો

ચાબુક લગામ કોઈ ના લાવો

વારો પોતાનો રે પિછાનો,

બેસી બધાય રે હો માણો–લાકડાનો

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ