chalo bajarman jaiye - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાલો બજારમાં જઈએ

chalo bajarman jaiye

ભાઈલાલ વી. બક્ષી ભાઈલાલ વી. બક્ષી
ચાલો બજારમાં જઈએ
ભાઈલાલ વી. બક્ષી

ચાલો બજારમાં જઈએ, બાપાજી,

ચાલો બજારમાં જઈએ.

પાકીટ ભરીને તમે પૈસા લઈ લો,

પૈસા વગર શું લઈએ, બાપાજી,

ચાલો બજારમાં જઈએ.

મેવા, મીઠાઈ ને ફળફૂલ તાજાં,

ઘારી, સુતરફેણી ને પોચાં પોચાં ખાજાં,

થોડુંક લઈને આગળ જઈએ, બાપાજી,

ચાલો બજારમાં જઈએ.

નવીન રમકડાં ને કાંઈ નવી નવી ચીજો,

જોઈને મઝેની લઈએ, બાપાજી,

ચાલો બજારમાં જઈએ.

ગમ્મત-ચિત્રો ને ગમ્મત-ગીતોની,

બાલવાર્તા ને બાલકાવ્યોની,

ચોપડી એકેકી લઈએ, બાપાજી,

ચાલો બજારમાં જઈએ.

લેતાં બધું પૈસા વધે જો,

આપી ભિખારીને ઘેર જઈએ, બાપાજી,

ચાલો બજારમાં જઈએ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945