raat - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાત રે રાત, બહેન રાત રે રાત!

કોણે ચોડ્યો ચંદ્ર તારે લલાટ?

રાત રે રાત, બહેન રાત રે રાત!

કોણે ગૂંથી તુંમાં તારલાની ભાત?

રાત રે રાત, બહેન રાત રે રાત!

ક્યાં રે મૂક્યા અમ સૂરજતાત?

રાત રે રાત, બહેન રાત રે રાત!

જીવનમાં મારે તારો સંગાથ!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945