prem geet - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમ-ગીત

prem geet

વિશ્વરથ વિશ્વરથ
પ્રેમ-ગીત
વિશ્વરથ

ગાઓને પ્રેમ તણાં ગીત.

બાલવીર, ગાઓને પ્રેમતણાં ગીત.

જીવનનું છે નવનીત બાલવીર....બાલવીર....

શાને વેરઝેર? શાને ભેદભાવ?

શાને ઠેરઠેર, ચાલે છે પેચ-દાવ?

ભૂલે કાં માનવી ભીંત? બાલવીર....બાલવીર....

એક ગીત એક તાલ, એક પંથ એક ચાલ,

એક બની પંખીડાં, કિલ્લોલો ડાળડાળ.

સાચા જીવનની રીત બાલવીર....બાલવીર....

ફૂલ બની આપણે દુનિયાના બાગમાં

ભરીએ મીઠી સુવાસ, દિલના પરાગમાં

મમતાની કરવાને જીત બાલવીર....બાલવીર....

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાંતિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982