pararthna - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રાર્થના

pararthna

એની સરૈયા એની સરૈયા
પ્રાર્થના
એની સરૈયા

પ્રભુ આંગળીએ વળગાડી

અમને પંથ ખરો બતલાવો.

ખરબચડા મારગ પર

અમને ડગલાં ધીરે ભરાવો!

અંધારે અટવાઈએ તો

સહાય અમારી કરજો,

હેત કરીને પંથ પ્રભુજી,

પ્રકાશનો પાથરજો!

વસંતની ખીલતી કળીઓ સમ

જીવન અમ વિકસાવો.

ફૂલડાંની ફોરમ શી ઉરની

સૌરભ પ્રભુ, પમરાવો!

સત્ય, અહિંસા, પ્રેમ પઢાવી

કાયરતા અમ કાપો.

જ્ઞાન ભક્તિનાં મોંઘાં પ્રભુજી,

દાન અમૂલખ આપો!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982