matanun mukhaDun - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માતાનું મુખડું

matanun mukhaDun

દેવાયત સોની દેવાયત સોની
માતાનું મુખડું
દેવાયત સોની

(ઢાળા : મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા......)

વ્હાલું લાગે છે મને માતાનું મુખડું;

હૈયામાં આનંદ પ્રસરાવતું;

માતાનું મુખડું સોહામણું.

અમીભર્યું મુખ અને અમીભરી આંખડી;

અમૃતની ધારા રેલાવતું;

માતાનું મુખડું સોહામણું

બાપુનો સ્નેહ અને બંધુની છાંયડી;

એથી અધિક વ્હાલું લાગતું;

માતાનું મુખડું સોહામણું.

દિવસ ને રાત ધીમા ધીમા સૂરથી;

હાલરડાં મીઠાં સુણાવતું;

માતાનું મુખડું સોહામણું.

હસતું મુખ મને ઘડી ઘડી સાંભરે;

આનંદને ઝૂલે ઝુલાવતું;

માતાનું મુખડું સોહામણું.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945