pelan pankhine joi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પેલાં પંખીને જોઈ...

pelan pankhine joi

પિનાકિન ત્રિવેદી પિનાકિન ત્રિવેદી
પેલાં પંખીને જોઈ...
પિનાકિન ત્રિવેદી

પે...લાં, પેલાં, પંખીને જોઈ મને થાય,

એના જેવી જો પાંખ મળી જાય, મળી જાય,

પાંખ મળી જાય,

તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું.......પેલાં.

ઘડિયાળમાં દસ વાગે (2)

ટન....ટન....ટન....ટન....ટન

બા મને ખોળવા લાગે (2)

બચુ ક્યાં? બચુ ક્યાં? બચુ ક્યાં?

હું તો આભલે ઊડ્યા કરું,

ઊંચે ઊંચે ઉડ્યા કરું...........પેલાં.

પેલા ડુંગરની ટોચે (2)

મારી પાંખ જઈને પહોંચે (2)

બા ઢીંગલી જેવાં,

બાપુ ઢીંગલા જેવા,

નાના, નાના, નાના, નાના

હું તો જોઉં છાનાંમાનાં,

હું તો આભલે ઊડ્યા કરું,

ઊંચે ઊંચે ઊડ્યા કરું.........પેલાં.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945