kilakilat - Children Poem | RekhtaGujarati

કિલકિલાટ, છલબલાટ

છનનનન છમ્!

થનન થનન થનગનાટ

વારે વારે વલવલાટ

છનનનન છમ્!

બાળકોની એવી વાત

પંખીડાંની જાણે જાત

રૂડી રૂડી એમાં ભાત

છનનનન છમ્!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ