deDak Daraun - Children Poem | RekhtaGujarati

દેડક ડરાઉં

deDak Daraun

દેશળજી પરમાર દેશળજી પરમાર
દેડક ડરાઉં
દેશળજી પરમાર

દેડક ડરાઉં ભાઈ! દેડક ડરાઉં,

ખાઈ ખાબોચિયે ખૂણે ભરાઉં!

પાણી તણાં પૂર ભળે

કૂદકાઓનાં શૂર ચઢે

આવે જો અવાજ, ચૂપ પાછો સંતાઉં

દેડક ડરાઉં ભાઈ! દેડક ડરાઉં

મેઘ તો વગાડે વાજા

ઝાડપાન થાય સૌ તાજા

ડ્રાઁ....ડ્રાઁ....ડ્રાઉં ગીત મારું ગાઉં

દેડક ડરાઉં ભાઈ! દેડક ડરાઉં

આવજો હો પંખીઓ

આવજો હો બાળકો

ભેળાં મળી સહુ કરીએ ડ્રાઉં ડ્રાઉં

દેડક ડરાઉં ભાઈ દેડક ડરાઉં.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ