nishan bhumi bharatanun - Children Poem | RekhtaGujarati

નિશાન ભૂમિ ભારતનું

nishan bhumi bharatanun

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
નિશાન ભૂમિ ભારતનું
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

નહિ નમશે, નહિ નમશે

નિશાન ભૂમિ ભારતનું.

ભારતની એ ધર્મધજાનું.

સાચવશું સન્માન....ભૂમિ.

ઐક્ય તણો એ અમરપટો

છે મુક્તિનું વરદાન....ભૂમિ.

ભારતમાતાના મંદિર પર

એ શાંતિનું એંધાણ....ભૂમિ.

ચક્ર સુદર્શન-અંકિત એ તો

હિન્દી જનના પ્રાણ....ભૂમિ.

અચળ અમારે આંગણ એ તો

સ્વરાજ્યનું મંડાણ....ભૂમિ.

સાચા હિંદી–સૂરાઓનું

એ છે વિજયસુકાન....ભૂમિ.

નહિ નમશે, નહિ નમશે

નિશાન ભૂમિ ભારતનું....ભૂમિ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982