nawan phoran - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવાં ફોરાં

nawan phoran

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
નવાં ફોરાં
ઉમાશંકર જોશી

આભથી વરસે

નવાં ફોરાં.

આવો ઓરાં

ગામનાં છોરાં

ઝીલો ફોરાં

બની જશો સૌ

ગોરાં ગોરાં

વરસી ચાલ્યાં

નવાં ફોરાં.

ગામનાં છોરાં,

કોણ રહી ગ્યાં

કોરાં કોરાં?

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982