spiderman banii sapnaamaan... - Children Poem | RekhtaGujarati

સ્પાઇડરમૅન બની સપનામાં...

spiderman banii sapnaamaan...

ઉષા ઉપાધ્યાય ઉષા ઉપાધ્યાય
સ્પાઇડરમૅન બની સપનામાં...
ઉષા ઉપાધ્યાય

સ્પાઇડરમૅન બની સપનામાં

ચિન્ટુ ઊડતો જાય...

વાદળનો ઝભ્ભો પહેરી

બધ્ધે પહોંચી જાય.

ચાંદા પાસે જઈને એને

કહેતો હેલ્લો-હાય,

તારાઓને ખિસ્સે ભરતો

ચિન્ટુ ઊડતો જાય.

સૂરજ પાસે જઈને કહેતો

હેલ્લો જેન્ટલમેન,

મમ્મીને કાગળ લખવો છે

આપો ગોલ્ડન પેન

ફ્લાઇંગ કિસ મમ્મીને કરતો

ચિન્ટુ ઊડતો જાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : નટવર પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2008