morla - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોરલા રે જરા આવી જજે હો

આંગણાં અમારાં ગજાવી જજે હો

વાળોચોળીને રૂડો ચોક મેં સમાર્યો

પગલાં તે સુંદર પાડી જજે હો–મોરલા.

લીલમ લીલી પેલી ચંપાની કુંજમાં

રંગીલું નૃત્ય શીખવી જજે હો–મોરલા.

મેહુલો ગાજે ને ચમકે વીજલડી

મીઠા તે ટહુકા સુણાવી જજે હો–મોરલા.

કાળી કાળી વાદળી ટપ ટપ ટપકે

હૈયાં અમારાં ભીંજાવી જજે હો–મોરલા.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ