kewi maja! - Children Poem | RekhtaGujarati

કેવી મજા!

kewi maja!

રમણલાલ સોની રમણલાલ સોની
કેવી મજા!
રમણલાલ સોની

મા, હોઉં જો આભનો તારો તો તરવાની કેવી મજા!

મા, હોઉં જો નાવડી નાની તો ઝૂલવાની કેવી મજા!

મા, હોઉં જો વાછડી નાની તો ઠેકવાની કેવી મજા!

મા, હોઉં તારા ભાલની ટીલી તો ટીકવાની કેવી મજા!

મા, હોઉં જો દેવની ચલ્લી તો ચૂગવાની કેવી મજા!

મા, હોઉં વનફૂલની ડાળી તો મહેકવાની કેવી મજા!

મા, હોઉં જો મોરલો નાનો તો નાચવાની કેવી મજા!

મા, હોઉં તારા કંઠની કંઠી તો ભેટવાની કેવી મજા!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945