dharti dhamadhamti - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધરતી ધમધમતી

dharti dhamadhamti

શાંતિકુમાર પંડ્યા શાંતિકુમાર પંડ્યા
ધરતી ધમધમતી
શાંતિકુમાર પંડ્યા

હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી

મારા પગ કેરી ઘૂઘરી રૂમઝુમતી–હું તો.

પેલા ઊડે પતંગિયા રંગબેરંગી

ક્યારે દોડીને થાઉં એની સંગી

જરી દોડું ત્યાં ધરતી ધમધમતી–હું તો.

પેલા આભલે વાદળી વરસી જતી

એની પાછળ પડું એમ સરકી જતી

બૂમ પાડું ત્યાં ધરતી ધમધમતી–હું તો.

મારે આંગણે મોરલે કળા કરી

મને જોવાની કેવી મજા પડી

જરા નાચું ત્યાં ધરતી ધમધમતી–હું તો.

ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાળી

અમે ભાઈ ને બેન રમ્યાં સાતતાળી

વીરો નાસે ત્યાં ધરતી ધમધમતી–હું તો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ