dadani waDiye - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દાદાની વાડીએ

dadani waDiye

શાંતિકુમાર પંડ્યા શાંતિકુમાર પંડ્યા
દાદાની વાડીએ
શાંતિકુમાર પંડ્યા

ચાલને ચાલ બેની રમવાને જઈએ

દાદાની વાડીએ મોરલો, ચાલ બેની રમવાને જઈએ.

હું બનું ડાળી, તું કોયલડી કાળી

કૂ....ઉ....ઉ....ઉ, કૂ....ઉ....ઉ....ઉ

વગડો ગજવતાં જઈએ, ચાલ બેની રમવાને જઈએ.

હું બનું ગાડી તું એંજિન અગાડી

પી.......ઈ.......ઈ, પી.......ઈ.......ઈ,

છુક છુક કરતાં જઈએ, ચાલને બેની રમવાને જઈએ.

હું બનું મોરલો, તું બને ઢેલડ

ટેંહુક.........., ટેંહુક..........

થનગન કરતાં જઈએ, ચાલ બેની રમવાને જઈએ.

હું લાવું પાંદડાં, તું લાવે પાણી

ચાલ મમરાની કરીએ ઉજાણી, ચાલને બેની રમવાને જઈએ.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ