morlo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુરનો મોરલો હો રાજ

પુરમાં થનગન થનગન નાચે

પુરનો મોરલો હો રાજ.

સુખની શેરીઓ હો રાજ

આંગણ થનગન થનગન નાચે

સુખનો મોરલો હો રાજ.

ફૂલની વાડીઓ હો રાજ

ફૂલડે થનગન થનગન નાચે

પુરનો મોરલો હો રાજ.

રસનાં સરોવર હો રાજ

રસભર થનગન થનગન નાચે

રસનો મોરલો હો રાજ.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ