morlanun pichhun - Children Poem | RekhtaGujarati

મોરલાનું પીછું

morlanun pichhun

કનૈયાલાલ જોશી કનૈયાલાલ જોશી
મોરલાનું પીછું
કનૈયાલાલ જોશી

વાંસળીના વનમાં એક મોરલાનું પીછું!

નાચે થનગન થનગન મોરલાનું પીછું!

જમુનાના તટ પર બે ગોરાં ગોરાં પગલાં!

વેરે ઝાંઝર ઝણકાર ગોરાં ગોરાં પગલાં

તરુવર કદમ્બનાં રૂડાં રતૂમડાં પાન!

બની હરખઘેલાં પાડે તાલી રતૂમડાં પાન!

આભલે વાદળીનાં વીજ આંજ્યાં નેણલાં!

વરસાવે સોણલાં વીજ આંજ્યાં નેણલાં!

સોણલાને રંગે ભીનાં ભીનાં પીંછું ને પગલાં!

બની ગાંડાતૂર નાચે પીંછું ને પગલાં!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982