mehulo - Children Poem | RekhtaGujarati

આવ રે મેહુલા આવ, મેહુલા અષાઢના રે

ઘેરી ઘેરી વાદળી જળે ભરી રે

વરસી ઝરમર જાય–મેહુલા.

ઝબકે ઝબઝબ વીજળી રે

વાદળ ધમધમ થાય–મેહુલા.

નદીએ પાણી રેલશે રે

ધરતી ડૂબ ડૂબ થાય–મેહુલા.

ખેતર ખેડૂત ખેડશે રે

કપાસ ને કણ થાય–મેહુલા.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ