rimjhim rimjhim - Children Poem | RekhtaGujarati

રિમઝિમ રિમઝિમ

rimjhim rimjhim

યશવન્ત મહેતા યશવન્ત મહેતા
રિમઝિમ રિમઝિમ
યશવન્ત મહેતા

મમ્મી, તારા સ્નેહ સમી વર્ષા વરસે રિમઝિમ રિમઝિમ,

તેને નીરખી હૈયે મારે દીપક પ્રગટે ટિમટિમ ટિમટિમ.

મમ્મી.

વાદળ કેરી ગોદ મહીં સંતાઈ બેસતી જેમ વીજળી,

તારે પાલવ એમ હું સંતાઉં, ચમકું ઝિમઝિમ ઝિમઝિમ.

મમ્મી.

જેમ આભમાં મેઘ ગરજતા દશે દિશામાં કરે ધમાધમ,

તારા ઘરમાં એમ આપણું વાગે, મમ્મી, ડિમડિમ ડિમડિમ

મમ્મી.

દ્વાર હેત-વર્ષાનાં, મમ્મી, કદી ના બંધ કરતી તારાં,

ખબર તને છે ને હું જાણું મંત્ર : ખૂલ જા સિમસિમ સિમસિમ

મમ્મી.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982