mane game - Children Poem | RekhtaGujarati

મને પીળી કરેણનાં ફૂલ ગમે!

મને ગોરી ગાયનાં દૂધ ગમે!

મને તાલ પખાજ મૃદંગ ગમે!

મને નાચતું તારક વૃંદ ગમે!

મને હીંચકાના હિંડોળ ગમે!

મને ખેતરના લીલા મોલ ગમે!

મને સાગરના ઘુઘુવાટ ગમે!

મને વાયુ તણા સુસવાટ ગમે!

મને વીજ તણા કકડાટ ગમે!

મને મેઘ તણા ગગડાટ ગમે!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ