mograni mal - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોગરાની માળ

mograni mal

દેશળજી પરમાર દેશળજી પરમાર
મોગરાની માળ
દેશળજી પરમાર

મોગરાની માળ, મારી મોગરાની માળ,

નાની રસાળ મારી મોગરાની માળ.

બહેને વીણેલ કળી

બાએ ગૂંથેલ વળી

કંઠે લટકંત મારી મોગરાની માળ,

મોગરાની માળ, મારી મોગરાની માળ.

આમ ફરે તેમ ફરે,

ચકર ચકર ફૂદડી લે

તૂટી તૂટી શું મારી મોગરાની માળ,

મોગરાની માળ, મારી મોગરાની માળ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982