le ne tari lakDi - Children Poem | RekhtaGujarati

લે ને તારી લાકડી

le ne tari lakDi

મીરાંબાઈ મીરાંબાઈ
લે ને તારી લાકડી
મીરાંબાઈ

લે ને તારી લાકડી, લે ને તારી કામળી;

વાછરું ચરાવવા નહિ જાઉં માવલડી.

માખણ તો બળભદ્રે ખાધું,

અમને મળી ખાટી ખાટી છાસલડી. લે ને....

વૃંદાવનને મારગ જાતાં

પગમાં ચૂમે ઝીણી ઝીણી કાંકરડી. લે ને.....

દાદૂર મોર-બપૈયા બોલે,

ખિજાવે કહી કાળી કરસનડી. લે ને.....

મીરાં કહે પ્રબુ ગિરધરના ગુણ,

ચરણ-કમળ ચિત્ત રાખલડી. લે ને.....

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945