jivanjyot jagavo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવનજ્યોત જગાવો

jivanjyot jagavo

સુન્દરમ્ સુન્દરમ્
જીવનજ્યોત જગાવો
સુન્દરમ્

જીવનજ્યોત જગાવો

પ્રભુ હે, જીવનજ્યોત જગાવો,

ટચુકડી આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,

નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો,

અમને રડવડતાં શિખવાડો.

વણદીવે અંધારે આંખે તેજ ભરાવો,

વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,

અમને ઝળહળતાં શિખવાડો.

ઊગતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,

જીવનના રંગો ત્યાં ભરવા પિચ્છી તમારી ચલાવો.

અમને મઘમઘતાં શિખવાડો.

ઉરની સાંકડલી શેરીના પંથ વિશાળ રચાવો,

હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,

અમને ગરજતાં શિખવાડો.

અમ જીવનની વાદળી નાની આભ વિષે ઉડાવો,

સ્નેહ-શક્તિ-બલિદાન નીરથી ભરચક ધાર ઝરાવો,

અમને સ્થળસ્થળમાં વરસાવો.

(અંક ૧૩૩)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 60)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991