laDubhatt - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારું નામ લાડુભટ્ટ

મારી વાત સીધીસટ્ટ—મારું...

ગોળ ગોળ લાડુની ગોળી

ગળતો હું ઝટપટ;

ગોળ ફાંદ પર હાથ ફેરવી

ઘોરું ઘરરર ઘટ્ટ—મારું...

દાળશાકની સામે જોઉં

લાડુ કરતો ચઠ્ઠું;

ભાતઅથાણાં આવે વચ્ચે

તો કહું કે જા હઠ્ઠું—મારું....

લચપચતા લાડુ જમવાની

મને પડી છે લત

ભલે દુનિયા દુઃખી-સુખી

મારે શી નિસ્બત—મારું...

ગોળગોળીઓ ગળી ગળીને

થયો શરીરે લઠ્ઠ;

ધીંગુ ધડબું શરીર મારું

પાડે મારો વટ્ટ—મારું...

સૂરજચાંદો મુજને જોતાં

છુપાય વાદળપટ

ભૂલથી ભટજી ગળી જશે

તો થાશે બહુ હરકત—મારું...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945