ratun gulab - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાતું ગુલાબ

ratun gulab

હર્ષદ પટેલ હર્ષદ પટેલ
રાતું ગુલાબ
હર્ષદ પટેલ

છોડવાની ડાળે,

કે રંગે રૂપાળે,

કે સૌ કોઈ ભાળે,

રાતું ગુલાબ બેઠું હતું, બેઠું હતું.

પવનની પાંખે,

કે ડાળીઓની પાંખે,

કે ડાળીઓની સાથે,

કે છોડવાની ટોચે,

રાતું ગુલાબ હલતું હતું, હલતું હતું.

બેનીને હાથે,

કે ફૂલડાંની સાથે,

કે ફૂલદાની માથે,

રાતું ગુલાબ બેઠું હતું, બેઠું હતું.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945