kewi maja - Children Poem | RekhtaGujarati

સૂરજ જેમ પ્રકાશ મળે જો

દૂર દેશથી આવી પૂગી

આભ પરે હાં સાચે ઊગી

પ્રકાશવાની કેવી મજા?

કોયલની જેમ કંઠ મળે જો

વનવગડા કેરી રે કુંજે

આંબા ડાળે બેસી ઊંચે

ટહુકવાની કેવી મજા?

ફૂલની જેમ સુવાસ મળે જો

છોડ છોડવા ઉપર ખીલી

ચંદ્ર કલાને અંગે ઝીલી

ફોરવાની કેવી મજા?

વાદળીની જેમ પ્રાણ મળે જો

આમ તેમ જોડી ગગડાટે

વીજ તણા ચમકારા સાથે

વરસવાની કેવી મજા?

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ