hoop hoop wandro - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હૂપ હૂપ વાંદરો

hoop hoop wandro

ધીરજ જોગાણી ધીરજ જોગાણી
હૂપ હૂપ વાંદરો
ધીરજ જોગાણી

હૂપ હૂપ કરતો આવ્યો રે વાંદરો

હૂપ હૂપ કરતો આવ્યો....

મંજુબેનનું માટલું રે ફોડ્યું

ત્રીજે માળે ધમાલ મચાવી

કાન્તાકાકીને રે રડાવી

સાડી લઈને ભાગ્યો રે વાંદરો

હૂપ હૂપ કરતો આવ્યો....

છાપું વાંચતા દાદાજી આવ્યા

છીંકણી સૂંઘતાં દાદીમા આવ્યાં

દંડો લઈને પપ્પાજી આવ્યા

દંડો લઈને ભાગ્યો રે વાંદરો

હૂપ હૂપ કરતો આવ્યો....

એં એં કરતો બાબલો જાગ્યો

આંખો ચોળતી બેબલી જાગી

રસોડામાંથી મમ્મી રે ભાગી

રોટલી લઈને ભાગ્યો રે વાંદરો

હૂપ હૂપ કરતો આવ્યો....

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982