jo to khari - Children Poem | RekhtaGujarati

બા બા!

બા બા!

જરા જો તે ખરી, જરા જો તો ખરી

કાચનો કટકો જડ્યો

મને કાચનો કટકો જડ્યો!

બા બા!

બા બા!

જરા જો તો ખરી, જરા જો તો ખરી

મોરનું પીછું જડ્યું

મને મોરનું પીછું જડ્યું!

બા બા!

બા બા!

જરા જો તો ખરી, જરા જો તો ખરી

ફૂલની માળા કરી

મેં તો ફૂલની માળા કરી!

બા બા!

જરા જો તો ખરી, જરા જો તો ખરી

ભાઈને કંઠે ધરી

મેં તો ભાઈને કંઠે ધરી!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ