jhulo re jhulo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝૂલો રે ઝૂલો

jhulo re jhulo

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
ઝૂલો રે ઝૂલો
અવિનાશ વ્યાસ

ઝૂલો રે ઝૂલો

આંબા ડાળે ઝૂલો રે ઝૂલો

સરવર પાળે ઝૂલો રે ઝૂલો

આંબા ડાળે રે

સરવર પાળે રે, ઝૂલો રે ઝૂલો

અડી આભલાને ગોખે

અલિ પાછાં ફરો

વીણી તારલિયા ખોળે

ભરી ભેગા કરો

ઝૂલો રે ઝૂલો

અલ્લક મલ્લક, ઝાંઝર ઝલ્લક

ઝાંઝર ને ઘેર આનપાન

પૂતળીએ જમાડી જાન

ઝૂલો રે ઝૂલો

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ