jharanun - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝરણું રમતું રમતું આવે,

ઝરણું રમતું રમતું જાય.

ઝરણું રૂમઝૂમ કરતું નાચે,

ઝરણું ઝમઝમ કરતું જાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે,

ઝરણું વન વન ખીણો ખૂંદે,

ઝરણું મારગ ધોતું દૂધે.

ઝરણું અલક મલકથી આવે,

ઝરણું અલક મલકમાં જાય.

ઝરણું રમતું રમતું આવે,

ઝરણું રમતું રમતું જાય.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982