hoDi hoDi - Children Poem | RekhtaGujarati

ચાલોને રમીએ હોડી હોડી

વરસ્યો વરસાદ ખૂબ આજે મૂશળધાર,

ઝરણાં નાનાં જાય દોડી–ચાલોને.

બાપુનાં છાપાં નક્કામાં થોથાં,

કાપી કૂપીને કરીએ હોડી–ચાલોને.

સાદી સઢવાળી, નાની ને મોટી,

મૂકીએ પવનમાં છોડી છોડી–ચાલોને.

ખાલી રાખેલી ઊંધી વળે તો,

પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી–ચાલોને.

જાશે દરિયા પાર પરીઓના દેશમાં

સૌથી પહેલાં દોસ્ત મારી હોડી–ચાલોને.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ