doDi jaun - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બા, પેલા બાગમાં દોડી જાઉં,

નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં....બા.

વડલાની ડાળીએ બાંધ્યો છે હીંચકો.

હીંચકે હીંચકા ખાઉં ખાઉં ખાઉં.....બા.

હરિયાળા બાગમાં નાચે છે મોરલા,

મોરલા બોલે, ‘મે આવ આવ’.....બા.

આંબાની કુંજમાં ટહુકે કોયલડી,

કોયલડી સાથે ગાઉં ગાઉં ગાઉં.....બા.

છોડવે છોડવે ઊડે પતંગિયાં,

એને પકડવા જાઉં જાઉં જાઉં.....બા.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945