koie shodhi na reet - Children Poem | RekhtaGujarati

કોઈએ શોધી ના રીત

koie shodhi na reet

રતિલાલ સાં. નાયક રતિલાલ સાં. નાયક
કોઈએ શોધી ના રીત
રતિલાલ સાં. નાયક

માડીનાં હેત ને પિતાની પ્રીત,

દાદાની વાત ને દાદીની શીખ,

વહેતું વહાલ કરતું કમાલ!

ભગિનીના ભાવ ને બંધુની રહેમ,

કાકાની ભેટ ને ફોઈ તણી નેમ,

વરસાવે હેમ કરે કુશળક્ષેમ.

કુટુંબવાડીના મીઠા લલકાર,

અમૃત કેરી વરસે શી ધાર!

ઘરના રંગ, ઊછળે ઉમંગ.

દેવોને દુર્લભ ધરતીની પ્રીત

માપવાની કોઈએ શોધી ના રીત.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982