ghantighoDa - Children Poem | RekhtaGujarati

ઘંટીઘોડા

ghantighoDa

લવજી જમોડ લવજી જમોડ
ઘંટીઘોડા
લવજી જમોડ

લે ઘંટીઘોડા, લે ઘંટીઘોડા,

અરે રમકડાં લેવાં પડે!

બા મને નાની શી ઘંટી અપાવ,

રોગ દોગ ઝેરને દળવા મારે!

–લે ઘંટીઘોડા.

બા મને નાનો શો ઘોડો અપાવ

ધીર, વીર, બહાદુર બનવું મારે

–લે ઘંટીઘોડા.

ઘરરર, ઘરરર, ઘંટી બોલે

વાણાનાં ગાણાં ગાતી ફરે!

–લે ઘંટીઘોડા.

ગામને પાદર જંગલની કેડીએ

ઘોડલા ખેલવવા જાવા મારે!

–લે ઘંટીઘોડા.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ