garbe - Children Poem | RekhtaGujarati

નીકળ્યાં ગરબે રમવાને અમે ચોકમાં.

નીકળ્યાં નાનાં નાનાં બાળ

ગીતડાં ગાવા રસાળ

નીકળ્યાં ગરબે રમવાને અમે ચોકમાં

નાના નાના હાથેથી તાલી અમે આપતાં

નાની નાની પગલીઓ પાડી અમે ખેલતાં

ખંજરીના સાથે ખમણાટ

મંજરીના ઝણે ઝઝણાટ

નીકણ્યાં ગરબે રમવાને અમે ચોકમાં.

નાનાં નાનાં કંઠેથી ગાતાં રૂડાં ગીતડાં

સુણવાને આવે છે તારલાને પંખીંડાં

આવે છે દુનિયાના લોક

ગાજે છે ગરબાનો ચોક

નીકળ્યાં ગરબે રમવાને અમે ચોકમાં.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ